કુલ યુનિટ ખરીદીના ખર્ચના ૫૦% અથવા રુ. ૫૦૦૦-
બે માંથી જે ઓછુ હોય તે [(૧)ઇન્સ્યુલેટડ બોક્ષ રુ.૧,૦૦૦/- (૨)સાદુ બોક્ષ રુ.૫૦૦/- (૩)રેંકડી
રુ.૨૫૦૦/- (૪)વજનકાંટો યુનિટ રુ.૧,૦૦૦/-]
(૧)અરજદારે i-khedut પોર્ટલ મારફત
અરજી સબંધિત જીલ્લા કચેરીને કરી સૈધાંતિક મંજુરી મળ્યા બાદ ખરીદી કરવાની રહેશે.
(૨) ગુજરાત મત્સ્યોધોગ કાયદો-૨૦૦૩ તથા ગુજરાત મત્સ્યોધોગ નિયમો-૨૦૦૩ હેઠળ માછલી
વેચાણ માટે લાયસન્સ મેળવેલ હોવું જોઈએ. (૩) લાભાર્થી તરફથી ઉક્ત વિગતેના આંશીક
સાધનો ખરીદીને સહાય મેળવેલ હશે તો પણ ઉક્ત વિગતો પૈજી અન્ય સાધનો પાછળથી ખરીદ કરે
તો પણ સહાય મળવાપાત્ર થશે. (૪) ખરીદ કરેલ સરંજામના ટેક્ષ ટીન નંબર ધરાવતાં પાકા
બીલો કચેરીમાં રજુ કરાયા પછી જ સહાય મળવાપાત્ર રહેશે. કાચા અને બાકી બીલો પર સહાય
મળવાપાત્ર રહેશે નહી. (૫) લાભાર્થી ધ્વારા ખરીદ કરવામાં આવેલ સાધનોની ભૌતિક ચકાસણી
કચેરી તરફથી કર્યા બાદ સહાયની રકમ ચૂકવવામાં આવશે. (૬) અરજદાર તરફથી આંશિક સાધનો
ખરીદવામાં આવે તો પણ સહાય મળવાપાત્ર રહેશે. તેમજ આંશિક સાધનો ખરીદીને સહાય મેળવેલ
હશે અને અન્ય સાધનો પાછળથી ખરીદ કરે તોપણ સહાય મળવાપાત્ર રહેશે. જે તે સરંજામ માટે
આજીવન એક જ વખત સહાયનો લાભ મળવાપાત્ર રહેશે. (૭) જે તે લાભાર્થીને જે તે સરંજામ
માટે એક જ વખત સહાયનો લાભ મળવાપાત્ર થશે.
તા 19/07/2022
થી
01/08/2022 સુધી
આજીવન એક વખત
રાજ્યનો વર્ષ ૨૨-૨૩ નો
સંભવિત લક્ષ્યાંક:
0 टिप्पणियाँ